12 સપ્ટેમ્બરના રોજ અરુણ પાંડા નામનો વ્યક્તિ ઓડિશાના ભુવનેશ્વરમાં શોરૂમમાંથી એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બારંગમાં વાહનોનાં ચેકિંગ સમયે પોલીસે તેને અટકાવ્યો હતો. એક્ટિવાને નંબર પ્લેટ ન હોવાને કારણે પોલીસે તેને પકડ્યો હતો. અરુણે આ એક્ટિવા 28 ઓગસ્ટે ખરીદ્યું હતું. પણ તેનો નંબર હજુ સુધી આવ્યો ન હતો. ટ્રાફિક પોલીસે આ મામલામાં ડીલર, મેન્યુફેક્ચરર, ઇમ્પોર્ટરના સ્તરે થયેલી ચૂક માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
1 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને એક્ટિવા માલિક કવિતાના હોંશ ઉડી ગયા હતા. તેને ખબર ન પડી કે, પોલીસે આટલો મોટો દંડ કેમ ફટકાર્યો. જે બાદ તેણે તપાસ કરતાં માલુમ પડ્યું કે, શોરૂમમાંથી એક્ટિવાને રજિસ્ટ્રેશન નંબર જ અપાયો ન હતો. અને એક્ટિવાનું રજિસ્ટ્રેશન પણ તેના નામે ન હતું. આ મામલે કવિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા માટે દંડની જોગવાઈ છે.