મુંબઇઃ બૉલીવુડની વધુ એક એક્ટ્રેસે લગ્ન કરી લીધા હોવાની વાત વહેતી થઇ છે. વિરાસત, હસીના માન જાયેગી અને જોડી નંબર 1 જેવી સક્સેસ ફિલ્મમાં કામ કરનારી બૉલ્ડ એક્ટ્રેસ પૂજા બત્રાએ એક્ટર નવાબ શાહ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. આ વાતની જાણકારી સત્તાવાર નથી પણ તેના ઇન્સ્ટાગ્રામની તસવીરો જોઇને કન્ફોર્મ થઇ રહી છે. તાજેતરમાં જ બન્ને સ્ટાર્સે જમ્મુ-કાશ્મીરમાં લગ્ન કરી લીધા છે.



એક્ટર નવાબ શાહે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં પૂજા બત્રાના હાથોમાં બંગડીઓ પહેરેલી છે. પૉસ્ટનું કેપ્શન લખ્યુ છે કે- એક એવી કહાની જેના પર તમે ફિલ્મ બનાવી શકો છો. આને જોયા પછી કહી શકાય છે કે કપલે લગ્ન કરી લીધા છે.


ઉપરાંત નવાબ શાહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં પૂજા બત્રાની એક તસવીર પૉસ્ટ કરી છે જેમાં તે હાથોમાં બંગડીઓ પહેરતી દેખાઇ રહી છે. આ સિવાય પણ તેને કેટલીક બીજી પૉસ્ટ પણ કરી છે.