નવી દિલ્હી: Huaweiએ ચાર કેમેરા સાથે Huawei Nova 5i Pro લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં કિરીન 810 ચિપસેટ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જે આ સ્માર્ટફોનની યૂએસપી છે. આ સ્માર્ટફોન હાલમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Huawei Nova 5i Proની સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.26 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે પંચ હોલ ડિઝાઈન સાથે આપવામાં આવી છે. જેનો આસપેક્ટ રેશિયો 19.5:9 છે. ફોનમાં એન્ડ્રોઈડ 9.0 Pie આપવામાં આવ્યું છે. અને બેટરી 4,000mAh છે.



ફોન બે રેમ ઓપ્શનમાં છે. 6GB/128GB અને 256GBની ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે. તેની મેમોરી હાઈબ્રિડ સિમ કાર્ડ સ્લોટ દ્વારા વધારી શકાય છે.

કેમેરાની વાત કરીએ તો બેકમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પ્રાઇમરી રિયર કેમેરા 48 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે. તે સિવાય 8 MP ડેપ્થ સેન્સર કેમેરા અને એક ડેડિકેટેડ સેન્સર અને એક ટેલિફોટો સેન્સર આપવામાં આવ્યું છે.

Huawei Nova 5i Proના 6GB/128GB વેરિએન્ટની કિંમત 22,000 રૂપિયાની આસપાસ છે. જ્યારે 8GB/128GB વેરિએન્ટની કિંમત લગભગ 25,000 રૂપિયાની છે. તે સિવાય 8GB/256GB વેરિએન્ટનની કિંમત 28,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે.