ખાસ વાત છે કે, મોતને માત આપ્યા બાદ એક્ટ્રેસ પૂજા ડડવાલ ફરીથી પાછી કામ પર પરત ફરી છે, ગયા વર્ષે પૂજા ડડવાલને ટીબી થઇ ગયો હતો, અને તેની પાસે ઇલાજના પૈસા ન હતા, પૂજા 6 મહિના સુધી હૉસ્પીટલમાં ભરતી રહી અને પોતાની સારવાર કરાવી હતી.
સારવાર દરિયાન એક્ટ્રેસ પાસે પૈસાની તંગી હતી, ત્યારે સલમાન ખાને આવા મુશ્કેલીભર્યા દિવસોમાં સપોર્ટ કર્યો હતો. સલમાન ખાન મારા માટે ભગવાન જેવો છે. આ વાતને લઇને એક્ટ્રેસે સલમાન ખાનનો આભાર માન્યો છે. એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું કે હુ મારા મંદિરમાં સલમાન ખાનનો ફોટો મુકીને પુજા કરવા માગીશ.