રાંચીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા 19 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જામતાડા સીટ પરથી ઈરફાન અંસારીને ટિકિટ આપવામાં આવી છે. અંસારીએ 2014માં ભાજપના ઉમેદવાર બિરેન્દ્ર મંડલને 9137 મતથી હરાવ્યા હતા. રાજ્યમાં 81 વિધાનસભા સીટ માટે પાંચ તબક્કામાં વોટિંગ થશે જ્યારે મત ગણતરી 23 ડિસેમ્બરે થશે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં 30 નવેમ્બરે શરૂ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરના, ત્રીજા, ચોથા અને પાંચમાં તબક્કાનું મતદાન ક્રમશ: 12,16 અને 19 ડિસેમ્બરના થશે. મતગણતરી 23 ડિસેમ્બરના થશે.

2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 31 સીટ જીતી હતી. જ્યારે તેના સાથી પક્ષ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયને પાંચ સીટ જીતી હતી. રાજ્યની 81 સભ્યોની વિધાનસભામાં બુહુમત માટે 42 સીટ પર જીત હાંસલ કરવી જરૂરી છે.


નવસારીના વાંસદામાં અનુભવાયા ભૂકંપના આચંકા, લોકોમાં ભયનો માહોલ

બોલીવુડની આ એક્ટ્રેસને ફિલ્મના સેટ પર ઘૂંટણમાં થઈ ઈજા, દોષનો ટોપલો ઢોળ્યો આ સુપરસ્ટાર પર, જાણો વિગત

વતનથી દૂર પરીક્ષા આપવા ગઈ હતી યુવતી, રાત્રે પિતરાઈ ભાઈ લઈ ગયો હોટલમાં ને પછી.....