નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે હવે વિદ્યાર્થીઓ ઘરેથી અભ્યાસ કરી રહ્યાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ચીની કંપની શ્યાઓમીએ તેની નવી નૉટબુકને લૉન્ચ કરી છે. એમઆઇ નૉટબુક 14ની આ એડિશનને Mi નૉટબુક 14 ઇ-લર્નિંગ નામ આપ્યુ છે.


આની આખી બૉડી એલ્યૂમિનીયમની છે, અને આનુ વજન 1.5 કિલોગ્રામનુ છે, અને આ 18 એમએમ પાતળુ છે. આમાં ઇન્ટેલ 10 જનરેશન કૉર આઇ3 -10110યૂ (2.1 ગીગાહર્ટ્ઝ ડ્યૂલ કૉર છે, જેને 4.1 ગીગાહર્ટ્ઝ સુધી વધારી શકાય છે) નુ સીપીયુ છે. આમાં યુએચડી ગ્રાફિક્સિ 620 મળશે, આમાં 8જીબી ડીડીઆર 4 છે અને 256 જીબી સાટા એએસડી એટલે કે ડ્રાઇવ છે.

10 કલાકનો બેટરી બેકએપ
Mi નૉટબુક 14 ઇ-લર્નિંગમાં 46વૉટ્સની બેટરી છે, જે નોર્મલ વપરાશ દરમિયાન 10 કલાકનો બેટરી બેકઅપ આપે છે. આ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે 35 મિનીટના ચાર્જથી 50 ટકા સુધી ચાર્જ થઇ જાય છે.

Mi નૉટબુક 14 ઇ-લર્નિંગની કિંમત
આ ઉપરાંત આમાં ડીટીએસ ટ્યૂન્ડ સ્ટીરિયો લાઉડસ્પીકર છે. તમે એમઆઇ બેન્ડથી તમારી નૉટબુકને ઓન કરી શકો છો. Mi નૉટબુક 14 ઇ-લર્નિંગ, બે યુએસબી 3.1પોર્ટ, એક યુએસબી 2.0 અને એક 3.5 એમએમ ઓડિયો જેક છે. ભારતીય માર્કેટમાં આ લેપટૉપની કિંમત 34,999 રૂપિયા રાખવામાં આવી છે. આ એક જ ડિઝાઇનમાં મળશે.