મુંબઈઃ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે પોતાના બોલ્ડ અને હોટ લુક્સ માટે જાણીતી છે. તેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર મોટેભાગે વાયરલ થતા રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયોમાં બોલ્ડનેસની તમામ હદ પાર કરતી હોય છે. આજ કારણે તે મોટેભાવે વિવાદો અને ચર્ચામાં રહે છે. આ વખતે મુંબઈ પોલીસે તેની લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે તેની વિરૂદ્ધ કેસ પણ નોંધ્યો છે.


ટાઇમ્સ નાઉના એક અહેવાલ અનુસાર તેની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે, મરીન ડ્રાઈવર પોલીસે પૂનમ પાંડે અને તેની સાથે એક વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. તે કારણવગર કારમાં મરીન ડ્રાઈવ ફરવા નીકળી હતી. પોલીસે પૂનમ પાંડેની કાર પણ જપ્ત કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારી મૃત્યુંજય હિરેમઠે કહ્યું કે, ‘પૂનમ પાંડે અને તેની સાથે ફરી રહેલ સૈમ અહમદ (46) વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 269 અને 188 તથા નેશનલ ડિઝાસ્ટર એક્ટની જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’

મહત્વનું છે કે આ પ્રથમ ઘટના નથી જ્યારે પૂનમ પાંડે પોતાના કોઈ કામને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઇ છે. આ પહેલા પણ પૂનમે ઘણીવાર કાયદાનો ભંગ કર્યો અને તેણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂનમ પડદા પર ભલે ઓછી જોવા મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો ફોલોઅર લાખોમાં છે.

સેલેબ્સે કરી છે ઘરમાં રહેવાની સલાહ

તમને જણાવીએ કે, કોરોના વાયરસ મહામારીને કારણે દેશવ્યવાપી લોકડાઉન ચાલી રહ્યું છે. સરકારે કામ વગર કોઈને પણ બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બોલિવૂડ સેલેબ્સ પણ લોકોને પોતાના જ ઘરમાં રહેવાની સાથે સાથે સ્વસ્થ્ય રહેવાના મેસેજ આપી રહ્યા છે.