નવી દિલ્હીઃ કોરોનાનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. આ સ્થિતિમાં ફંટલાઈનમાં પોલીસ અને ડોક્ટર્સ દિવસ રાત લોકોની મદદ કરી રહ્યા છે. આ દરમિયાન તમામ દેશવાસી પણ દરરોજ તેમનું સન્માન કરી રહ્યા છે. હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલીએ પોલીસના સન્માનમાં કઈંક નવું કર્યુ છે. પોલીસની પ્રશંસા કરતાં ટ્વિટર પર તેમણે ડીપીમાં મહારાષ્ટ્ર પોલીસનું પ્રતીક ચિન્હ લગાવ્યું છે.

સચિને શું કર્યુ ટ્વિટ

કોહલી બાદ તેંડુલકરે પણ પોલીસકર્મીના સન્માનમાં તેના ડીપી પર મહારાષ્ટ્ર પોલીસનો લોગો લગાવ્યો. ક્રિકેટ ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ બેટ્સેમન પૈકીના એક ગણાતા સચિન તેંડુલકરે ટ્વિટ કર્યુ, "સમગ્ર ભારત અને મહારાષ્ટ્ર પોલીસ જવાનોનો આભાર. જેઓ આપણને સુરક્ષિત રાખવા 24 x 7 અથાગ પ્રત્યન કરી રહ્યા છે. જય હિન્દ."


ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે મામલા મહારાષ્ટ્રમાં છે.મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 22,171 પર પહોંચી છે અને 832 લોકોના મોત થયા છે.