નવી દિલ્હીઃ 2011માં ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતવા પર ન્યૂડ થવાનું વચન કરીને સનસની મચાવનાર પૂનમ પાંડેએ પાકિસ્તાન વિરૂદ્ધ ભારતની જીતની ઉજવણી ખાસ રીતે કરી છે. 16 જૂને ભારેત પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને એવી હાર આપી કે પાકિસ્તાનને હંમેશા યાદ રહેશે.




થોડા સમય પહેલા પૂનમ પાંડેએ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડકપ 2019ના સપોર્ટમાં એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તે હાફ ન્યૂડ જોવા મળી હતી. હવે પાકિસ્તાન સામે ભારતની જીત પર પૂનમ પાંડે વધારે બોલ્ડ થઈ ગઈ. તેણે પોતાની ખુશી વ્યક્ત કરવા એક હોટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પૂનમ પાંડેનો વીડિયો એટલો બોલ્ડ છે જે તમને અહીં બતાવી શકાય એમ નથી. પણ તમે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @ipoonampandey પર જઈને તેને જોઈ શકો છો.

વર્લ્ડકપ ઉપરાંત પૂનમ પાંડે અન્ય ઘણા વિવાદોમાં ફસાઈ ચૂકી છે. પૂનમે પોતાના બાથરૂમનો સિક્રેટ ડાન્સ યુટ્યૂબ પર રિલીઝ કર્યો હતો. આ વીડિયોમાં તે બાથરૂમમાં ડાન્સ કરી રહી હતી. જે બાદ યુટ્યુબે વિવાદ જોતા તેને બ્લોક કરી નાખી હતી. પૂનમ પાંડે ‘નશા’ જેવી સોફ્ટ પોર્ન ફિલ્મોમાં પણ કામ કર્યું છે.