‘પદ્માવત’ને લઈને આ હોટ એક્ટ્રેસે કરી એવી વાત, લોકોએ આપી પૂરા કપડા પહેરવાની સલાહ
મુંબઈઃ બોલીવુડના ફિલ્મકાર સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવત આખરે મોટા પડદે ખૂબ ધમાલ મચાવી રહી છે. હેવ ફિલ્મ ભારતમાં પોતાના પ્રથમ સપ્તાહમાં જ 100 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે.
એક યૂઝરે લખ્યું- ખિલજીથી બચીને રહેજે, બાકી તને જ ઉઠાવીને લઈ જશે. સેફ્ટી કવર પહેરીને જજે, જેથી કરણી સેના કંઈક કરની ન કરી શકે.
ફિલ્મ પદ્માવત રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. પરંતુ પૂનનમ પાંડેનું નામ પણ આ વિવાદમાં જોડાઈ ગયું છે. વાત એમ છે કે, હોટ એક્ટ્રેસ પૂનમ પાંડેએ એક ટ્વીટ કર્યું ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેના ટ્વીટને લઈને લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું.
એક યૂઝરે લખ્યું- દીદી, પૂરા કપડા પહેરીને જજો, નહીં તો લોકો પદ્માવતની જગ્યાએ અન્ય કંઈક જોવા લાગશે. એક અન્ય યૂઝરે લખ્યું- સારું રહેત કે તારી કોઈ મૂવી આવત ‘પોર્નાવત’...ત્યારે ખિલજી, કરણી બધા સાથે બેસીને મૂવી જોત.
પૂનમે ટ્વીટમાં લખ્યું- આજે પદ્માવત જોવા જઈ રહી છું. આ ટાસ્ટ રિયાલિટી શો ખતરો કે ખૈલેડી જેવો હોવો જોઈએ. પૂનમના ટ્વીટ કરતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે પૂનમની મજાક ઉડાવતા લખ્યું- કપડા પહેરીને જજે.