Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
કિંગ્સ ઇલેવનમાં આવતા જ પંજાબી બન્યો ગેલ, પાઘડી પહેરીને જોવા મળ્યો બેડમાં
ઉલ્લેખનીય છે કે આઇપીએલની છેલ્લી બે સીઝનમાં ગેલના બેટમાંથી માત્ર 447 રન જ બન્યા છે. એટલું જ નહીં તાજેતરમાં તેણે ન્યૂઝિલેન્ડ પ્રવાસ દરમિયાન 4 ઇનિંગમાં માત્ર 38 રન જ બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંગ્સ ઇલેવન પંજાબમાં આવ્યા બાદ ગેલના ફેન્સને પણ ઘણી રાહત મળી. એક વખત ગેલ વગર આઇપીએલની બરાબર જમાવટ નહીં થાય તેમ પણ લાગતું હતું.
ત્રીજી વખતની બોલીમાં કિંગ્સ ઇલેવન પંજાબે મોકાનો ફાયદો ઉઠાવીને ગેલને તેની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.
મુંબઈઃ IPLની હરાજીમાં પ્રથમ દિવસે કોઈ ખરીદદાર ન મળવામાં ક્રિસ ગેલનું નામ પણ સામલે હતું. 2 કરોડ રૂપિયાની બેસ પ્રાઇઝની સાથે પ્રથમ દિવસે ગેલને કોઇ ખરીદદાર નહોતા મળ્યા. હરાજીના બીજા દિવસે પ્રથમ રાઉન્ડમાં પણ કોઇ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નહોતો.
38 વર્ષીય આ ધૂરંધર બેટ્સમેન 2014થી આઈપીએલમાં અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી.
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ-2017 દરમિયાન 3 દિવસમાં તેણે 2 સદી ફટકારી હતી. આ દરમિયાન ટી-20માં તે 11 હજાર રન પૂરા કરવાની સાથે 20 સદી ફટકારનારો પ્રથમ ખેલાડી પણ બન્યો હતો.
આ બાજુ કિંગ્સ ઇલેવન પંજાબે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગેલની તસવીર શેર કરી છે. જેમાં તે પાઘડી પહેરેલો જોવા મળે છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, પંજાબમાં આવવા માટે પહેલાથી જ તૈયાર છે.
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ-2017 દરમિયાન 3 દિવસમાં તેણે 2 સદી ફટકારી હતી. આ દરમિયાન ટી-20માં તે 11 હજાર રન પૂરા કરવાની સાથે 20 સદી ફટકારનારો પ્રથમ ખેલાડી પણ બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -