મુંબઇઃ પોતાની બોલ્ડનેસને કારણે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેએ ફરી એકવાર પોતાના બોલ્ડ વીડિયો મારફતે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે. વર્લ્ડકપ વચ્ચે સોશિયલ મીડિયા પર એક એડ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાન દ્ધારા ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ અગાઉ પાકિસ્તાની ટીવી ચેનલે એક એડ તૈયાર કરી છે. જેમાં વિંગ કમાન્ડર અભિનંદનના ડુપ્લિકેટને બતાવવામાં આવ્યો છે. આ વીડિયોની ભારતીય લોકોએ ખૂબ ટીકા કરી હતી. હવે આ લિસ્ટમાં પૂનમ પાંડેનું નામ જોડાઇ ગયું છે.


આ વીડિયોમાં એક વ્યક્તિ અભિનંદનની નકલ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે સૈન્યની  વર્દીના બદલે ભારતીય  ક્રિકેટ ટીમની જર્સીમાં  જોવા મળી રહ્યો છે. અભિનંદનની એડ પર પૂનમ  પાંડેએ પાકિસ્તાનને જવાબ આપતા  કેમેરા સામે પોતાની  બ્રા ખોલીને કહ્યુ હતું કે, એક નહી બે કપ લઇ લો અને આ કપમાં  બેસીને ચા પીજો. સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પૂનમના  આ વીડિયોને ખૂબ  પસંદ કરવામાં આવી રહ્યો છે.