WhatsAppમાં આવ્યા નવા સ્ટીકર પેક, જાણી લો યૂઝ કરવાની રીત
abpasmita.in | 14 Jun 2019 03:34 PM (IST)
આ સ્ટીકર પેકની સાઇઝ 387KB છે અને આમાં 30 સ્ટીકર સામેલ છે. આ જ પેક ફેસબુકમાં 2014 લૉન્ચ કરવામાં આવ્યુ હતુ
નવી દિલ્હીઃ મેસેજિંગ એપ વૉટ્સએપે Opi સ્ટીકર્સ નામથી એક નવું સ્ટીકર પેક એન્ડ્રોઇડ અને iPhone બન્ને યૂઝર્સ માટે લૉન્ચ કર્યુ છે. આ સ્ટીકર પેકનું ઇલેસ્ટ્રેશન કૉલંબિયન આર્ટિસ્ટ ઓસ્કાર ઓસ્પિનાએ કર્યુ છે. નવા સ્ટીકર પેકમાં એક વાઇડ કલરની બિયર (રિંછ) છે, જે અલગ અલગ ઇમૉશન અને અલગ અલગ પ્રૉપ્સની સાથે દેખાઇ રહ્યો છે. ધ્યાન રહે વૉટ્સએપે Opi સ્ટીકર લૉન્ચ કરી દીધુ હોય પણ આને યૂઝ કરવા માટે યૂઝર્સે એપની અંદર સ્ટીકર સેક્શનમાંથી ડાઉનલૉડ કરવુ પડશે. યૂઝ કરવા ફોલૉ કરો આ સ્ટેપ્સ... - WhatsApp ઓપન કરો. - સ્ટીકર બટન પર ટેપ કરો. - Opi સ્ટીકર્સ સર્ચ કરો અને ડાઉનલૉડ બટન પર ટેપ કરો. આ સ્ટીકર પેકની સાઇઝ 387KB છે અને આમાં 30 સ્ટીકર સામેલ છે. આ જ પેક ફેસબુકમાં 2014 લૉન્ચ કરવામાં આવ્યુ હતુ.