નવી દિલ્હીઃ સાઉથ સુપરસ્ટાર એક્ટર પ્રભાસને ફિલ્મ બાહુબલીએ વર્લ્ડ લેવલ પર ખૂબ લોકપ્રિયતા અપાવી છે. ફિલ્મ બે ભાગમાં બની હતી અને બીજા પાર્ટએ પ્રથમ પાર્ટની તુલનામાં ખૂબ વધુ કમાણી કર હતી. એસએસ રાજામૌલીએ નિર્દેશનમાં બનેલી આ ફિલ્મએ બીજો પાર્ટ રીલિઝ થયા બાદ સતત ચર્ચા થઇ રહી છે કે શું આ ફિલ્મનો ત્રીજો ભાગ રીલિઝ થશે? જોકે, પ્રભાસે ત્યારે એમ કહીને સૌને નિરાશ કરી દીધા હતા કે વાર્તા બસ આટલી જ હતી. હવે પ્રભાસના નવા નિવેદને બાહુબલી ફેન્સમાં એકવાર ફરી એક્સાઇમેન્ટ પેદા કરી દીધુ છે.એક ઇન્ટરવ્યૂમાં પ્રભાસે કહ્યુ કે, જો એસએસ રાજામૌલી  ઇચ્છે તો ત્રીજો પાર્ટ બની શકે છે અને તેમણે આ માટે ઉત્સાહિત હોવું જોઇએ. પ્રભાસે કહ્યુ કે, તેમણે મને ફક્ત છ સ્ક્રિપ્ટ આપી હતી તો તેમની પાસે કુલ 10થી 14 સ્ક્રિપ્ટ હશે. જેમાંથી 60 ટકા ત્યાં જ ખત્મ કરી લીધી હતી. હું જાણું છું કે 5 વર્ષ સુધી સ્ક્રિપ્ટ તેમના મગજમાં રહી છે. હુ નથી જાણતો કે તે બાહુબલી 3 બનાવશે કે નહીં. પ્રભાસ પોતાની આગામી ફિલ્મ સાહોમાં જોવા મળશે. આ ફિલ્મ 29 ઓગસ્ટના રોજ રીલિઝ થશે.