બાહુબલીએ 18 દિવસમાં કરી કેટલી કમાણી ? આંકડો જાણીનો લાગી જશે આંચકો
ફિલ્મને એસ.એસ. રાજામૌલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાટી, અનુષ્કા શેટ્ટી લીડ રોલમાં હતા. તે સિવાય સત્ય રાજ, રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટીયાએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના કહેવા પ્રમાણે, બાહુબલી ફિલ્મએ વિશ્વમાં 1400કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે જેમાં ભારતમાં 1090 કરોડ રૂપિયાની કરી છે જ્યારે વિદેશમાં આ ફિલ્મએ 240 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
મુંબઇઃ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘બાહુબલીઃ ધ કન્ક્લુઝન’ ફિલ્મ બોક્સઓફિસ પર કમાણી મામલે ધૂમ મચાવી રહી છે. 28 એપ્રિલના રોજ રીલિઝ થયેલી બાહુબલી-2 ફિલ્મએ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નિષ્ણાંતોના મતે આ આ ફિલ્મ 1500 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લેશે.
બાહુબલી-2 ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મએ રીલિઝ થયાના 18 દિવસમાં વિશ્વભરમાં 1400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ શ્રીધર પિલ્લૈએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે, બાહુબલી ફિલ્મએ ફક્ત તમિળનાડુમાં 100 કરોડ રૂપિયા કરતા વધુની કમાણી કરી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મતે બાહુબલી-2 ફિલ્મએ 13,મે સુધીમાં નોર્થ અમેરિકા અને કેનેડામાં મળીને 118.42 કરોડ રૂપિયાની કમાણી કરી છે.