શાહરૂખ સાથે હીટ ફિલ્મ આપી ચુકેલી એક્ટ્રેસના પુત્રને મળી જાનથી મારી નાંખવાની ધમકી, જાણો શું છે મામલો
મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન સાથે ફિલ્મ મોહબ્બતેમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીના 7 વર્ષના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે અભિનેત્રીએ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલીવુડ અભિનેત્રી પ્રીતિએ તેના પતિ પ્રવિણ ડબાસની સાથે ખાર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક વરિષ્ઠ નાગરિક આરિફ સિદ્દીકી પર આ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના દિકરાને રમતા સમયે ધમકી આપી અને અપશબ્દો કહ્યા હતા. ફરીયાદ નોંધાયા બાદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈ માફી માંગી લેતા અભિનેત્રીએ ફરીયાદ પાછી ખેંચી લીધી હતી.
એટલુ જ નહીં આરિફે બાળકને સિક્યોરિટી ગાર્ડને બહાર ફેંકવાનું કહ્યું પણ હતું. પ્રીતિ તે દરમિયાન પાર્કમાં હાજર હતી નહીં પરંતુ બીજા બાળકોના માતા-પિતા ત્યાં હાજર હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ મામલે તપાસ હાથ ધરી હતી.
પ્રીતિનો 7 વર્ષીય દિકાર જયવીર ડબાસ તેની નાનીની સાથે ઘરની બાજૂમાં આવેલી એક બિલ્ડિંગ પાસે એક પાર્કમાં ફુટબોલ રમી રહ્યો હતો. તે દરમિયાન કોઇ અન્ય બાળક સાથે તેનો ઝગડો થઇ ગયો હતો. ત્યારે તે બાળકે જયવીરને લાફો મારી દીધો હતો. ત્યારબાદ ઘરે જઇને તેના દાદાને આ વાત જણાવી હતી. ત્યારબાદ તે બાળકના દાદા આરિફ સિદ્દીકી પાર્કમાં આવ્યા અને જયવીરને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -