LFW 2017: રેડ-બ્લેક સાડીમાં રેંપ પર ઉતરી પ્રીતિ ઝીંટા, આવી હતી અદા

લેક્મે ફેશન વીકના બીજા દિવસે બોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝીંટા રેંપ પર રેડ-બ્લેક સાડીમાં આવી હતી. પ્રીતિના આ અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. (All Pictures: Manav Mangalani)
પ્રીતિએ કહ્યું કે, મેં વિચાર્યુ હતું કે હવે ફિલ્મો નહિ કરું અને ફિલ્મોમાં બિઝનેસ પર ધ્યાન આપીશ. હા લગ્ન પછી બધુ થોડુ અઘરુ જરૂર થઈ ગયું છે.
‘ભૈયાજી સુપરહિટ’ એક એક્શન કોમેડી ફિલ્મ છે અને નીરજ પાઠકે તેનું નિર્દેશન કર્યુ છે. આ ફિલ્મમાં સની દેઓલ અને અમીશા પટેલ અને અરશદ વારસી છે.
હાલ પ્રીતિ પોતાની આવનારી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ના રીલિઝની રાહ જોઈ રહી છે.
લેક્મે ફેશન વીક દરમિયાન પ્રીતિએ કહ્યું કે, ‘હું માનું છું કે મહિલાઓ સુપર વિમન હોય છે. આ માટે ભારતથી અમેરિકા અને અમેરિકાથી ભારત આવ-જા કરવાનું અઘરું નથી. હું ઘણી ખુશ છું. હું ઘણી ભાગ્યશાળી છું કે મેં એક એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે જે મને ફરી એક વાર ફિલ્મ જગતમાં પાછા આવવા માટે પ્રેરે છે.’
પ્રીતિએ ગયા વર્ષે પોતાના અમેરિકન બોયફ્રેંડ જેન ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રીતિ છેલ્લે 2013માં પોતાની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘ઈશ્ક ઈન પેરિસ’માં દેખાઈ હતી.
પ્રીતિ ઝિંટાએ અહીં ડિઝાઈનર સંયુક્તા દત્તા માટે રેંપ વોક કર્યુ હતું.