✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioએ Facebookને કરાવ્યો ડબલ નફો, આ સર્વિસની રહી મહત્ત્વની ભૂમિકા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2017 12:45 PM (IST)
1

રિલાયન્સ જિયોએ ભારતીય ટેલીકોમ માર્કેટમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં એન્ટ્રી કરી હતી અને તે ગ્રાહકોને આકર્ષવા માટે હાલમાં વોઈસ અને ડેટા ફ્રીમાં આપી રહી છે. કંપનીની આ ઓફર 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

2

વેહનરે જણાવ્યું કે, ફ્રી ઓફરની સ્પષ્ટ રીતે અસર એશિયા પેસિફિક દેશમાં જોવા મળી રહી છે અને ભારત યૂઝર બેસની દૃષ્ટિએ અમારું સૌથી મજબૂત ગ્રોથ માર્કેટમાંથી એક છે.

3

ચોથા ક્વાર્ટરના અંતે ફેસબુકના ભારતમાં 16.5 કરો એક્ટિવ યૂઝર્સ હતા. કંપનીનો આ આંકડો અમેરિકા બાદ વિશ્વમાં બીજો સૌથી વધારે છે. કેલિફોર્નિયાની આ કંપનીએ કન્ઝ્યૂમર બેસ ગ્રોથમાં વાર્ષિક ધોરણે 18 ટકા ઉછાળો નોંધાવ્યો છે અને તેના 1.23 અબજ ડેઈલી એક્ટિવ યૂઝર્સ છે. તેમાંથી 39.6 કરોડ યૂઝર્સ એશિયામાંથી છે.

4

ફેસબુકની ચોથા ક્વાર્ટરમાં આવક 8.81 અબજ ડોલર રહી, જેમાં 1.35 અબજ ડોલરની આક એશિયા રીજનમાંથી આવી છે. વિતેલા વર્ષે કંપનીની કુલ રેવન્યૂ 5.84 અબજ ડોલર રહી હતી. 31 ડિસેમ્બરે પૂરા થતા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો .57 અબજ ડોલર રહ્યો, જે એક વર્ષ પહેલાના સમાન ગાળામાં 1.56 અબજ ડોલરથી પણ ડબલથી પણ વધારે છે.

5

અર્નિંગ કોલમાં બોલતા ફેસબુકના સીએફઓ ડેવિડ વેહનરે જણાવ્યું કે, એશિયામાં કંપીનના ગ્રોથનું કારણ ભારતમાં ઓફર કરવામાં આવેલ ફ્રી ડેટા પણ છે. તેમણે કહ્યું કે, ચોથા ક્વાર્ટરમાં અમને ભારત જેવી જગ્યા પર થર્ડ પાર્ટી પ્રમોશન ડેટા પ્લાનમાં ઉછાળો જોવા મળ્યો છે. તે ભારતમાં ટેલીકોમ સેક્ટરમાં એન્ટ્રી કરનાર હાલની કંપની રિલાયન્સ જિયો દ્વારા ઓફર કરવામાં આવેલ ફ્રી ડેટાની વાત કરી રહ્યા હતા.

6

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી સોશિયલ સાઇટ કંપની Facebookના ચોથા ક્વાર્ટરના પરિણામ શાનદાર આવ્યા છે. વિતેલા વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીને કુલ 357 કરોડ ડોલર (અંદાજે 24,000 કરોડ રૂપિયા)નો નફો થયો છે. જે વિતેલા વર્ષની તુલનામાં 129 ટકા વધારે છે. કહેવાય છે કે, કંપનીનું આ શાનદાર પ્રદર્શન પાછળ રિલાયન્સ જિયોની ફ્રી સર્વિસની મહત્ત્વની ભૂમિકા છે. આ અમેરિકન કંપનીએ કહ્યું કે, યૂઝર બેસની દૃષ્ટિએ ભારત તેનું સૌથી મજબૂત ગ્રોથ ધરાવતું માર્કેટ રહ્યું છે.

  • હોમ
  • ગેજેટ
  • Jioએ Facebookને કરાવ્યો ડબલ નફો, આ સર્વિસની રહી મહત્ત્વની ભૂમિકા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.