✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવતીકાલથી ST બસમાં ઈ-વોલેટથી થશે પેમેન્ટ, ટિકિટ પર મળશે૧૦ ટકા ડિસ્કાઉન્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2017 01:55 PM (IST)
1

આ યોજના અન્વયે બસમાં પ્રવાસ કરી રહેલ મુસાફર ટિકિટનાં નાણાંની ચુકવણી મોબી ક્વિકથી કરશે તો તેનું ડિસ્કાઉન્ટ તેના ઇ-વોલેટમાં ર૪ કલાકમાં જમા થશે, જોકે દરેક એસટી પ્રવાસીને તેના માટે મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે. એસટીમાં મુસાફરી કરતા પ૦ ટકાથી વધુ મુસાફર ગ્રામ્ય વિસ્તારના હોય છે. તેમને મોબાઇલ એપ ડાઉનલોડ કરવાનું કંડકટર શીખવશે.

2

આ પહેલા વોલેટ દ્વારા પેમેન્ટ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની વાત પણ જીએસઆરટીસી દ્વારા કરવામાં આવી હતી. જેના માટે એસટી દ્વારા મોબી ક્વિક ઇ-વોલેટ સાથે ટાઇઅપ કરાયું છે, જેના કારણે મુસાફરોને ‌ટિકિટના છૂટા રૂપિયા આપવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળશે. કેશલેસ ટિકિટ યોજના હેઠળ હાલમાં તંત્ર દ્વારા કંડકટરને તાલીમ અપાઇ રહી છે. રાજ્યના તમામ ડેપોના કંડકટરને એક બારકોડ અપાયો છે. વધારે ને વધારે કેશલેસ ટિકિટ વેચનાર રાજ્યના કુલ ત્રણ કંડકટરને તંત્ર ઇનામ આપશે.

3

જેના પગલે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ પણ હવે કેશલેશ ટ્રાન્જેકશન સીસ્ટમમાં મોબીકવીક મોબાઇલ વોલેટ સાથે કારાર કરી વોલેટ પેમેન્ટનો એક પ્રયાસ હાથ કરાયો છે. જેમાં પ્રથમ અમદાવાદ વિભાગના ૧૧ ડેપોના કુલ ૩૯૭ કંડટરોને કયુઆર કોડ આપી વોલેટ પેમેન્ટનો ઓપ્શન આપવામાં આવશે. જેથી મુસાફર તથા કંડકટરને છુટા પૈસાના પ્રશ્ન હલ થશે તથા કેશલેશ વ્યવહાર કરી શકાશે.

4

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દરરોજ ૮,૦૦૦ વાહનોના કાફલા થકી ૧પ,૦૦૦ રૂટ પર ૪૪,૪૦૦ ટ્રીપોનું સંચાલન કરી રાજયના ૯૮% મુસાફરોને પરિવહનની સવલતો પુરી પડાય છે. આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં વિકાસની સાથે તાલ મીલાવવા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કેશલેશ અભિયાનને વેગવંતુ બનાવવા એસ.ટી. નિગમ કટિબધ્ધ છે.

5

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવતી કાલે વોલેટ પેમેન્ટની શરૂઆત કરવામાં આવશે. અમદાવાદ ખાતે આવતી કાલે બપોરે ૧પ કલાકે જી.એસ.આર.ટી.સી., બસ પોર્ટ ટર્મિનલ-૧ ગીતામંદિર, ખાતે વાહન વ્યવહાર મંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

  • હોમ
  • ગુજરાત
  • આવતીકાલથી ST બસમાં ઈ-વોલેટથી થશે પેમેન્ટ, ટિકિટ પર મળશે૧૦ ટકા ડિસ્કાઉન્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.