કારોબાર દરમિયાન સૌથી વધારે ઘટાડો ઓટો સેક્ટરના શેરમાં જોવા મળ્યો. ઓટો સેક્ટરના શેર 3 વર્ષના તળિયે છે. મારુતિ અને હીરો મોટોકોર્પમાં 5 ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. બજેટના દિવસ શુક્રવાર સિવાય સોમવારના કારોબારમાં રોકાણકારોના 5 લાખ કરોડથી વધારે રૂપિયા ડૂબી ગયા હતા. શુક્રવારે બીએસઈ લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપ 153.58 લાખ કરોડ હતી. જે સોમવારે સવારે ઘટીને 148.43 લાખ કરોડ પર આવી ગઈ હતી. આમ બે દિવસમાં જ 5 લાખ કરોડથી વધારે રૂપિયાનો ઘટાડો થયો છે.
શેરબજામાં આટલા મોટા ઘટાડાનું કારણ બજેટથી રોકાણકારો નિરાશ થયા હોવાનું માનવામાં આવે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ, બજેટમાં ઘરેલુ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કોઇ સ્પષ્ટ રોડમેપ નથી જોવા મળ્યો. રોકાણને કેવી રીતે વેગ મળશે તેને લઈ સરકારની સ્થિતિ સ્પષ્ટ નથી. આ કારણે રોકાણકારો નિરાશ છે.
આ ઉપરાંત અમેરિકામાં જૂન મહિનામાં જોબ ડેટા સારા આવ્યા છે. જૂનમાં 2,24,000 નવી નોકરીઓ આપવામાં આવી છે. જે જાન્યુઆરી બાદ સૌથી વધારે છે. યુએસમાં જોબ ડેટાનો પ્રભાવ પડ્યો છે. રૂપિયામાં નબળાઈના કારણે રોકાણકારો સતર્ક થઈ ગયા છે.
કઇ જાણીતી ગુજરાતી ગાયિકાએ લીધી PM મોદીની મુલાકાત, મુલાકાત પછી શું કહ્યું? જુઓ વીડિયો