✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે પ્રિયા પ્રકાશ, આ પોર્ન સ્ટારને પાછળ છોડી બની નંબર વન સ્ટાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2018 02:05 PM (IST)
ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે પ્રિયા પ્રકાશ, આ પોર્ન સ્ટારને પાછળ છોડી બની નંબર વન સ્ટાર
1

કેરળમાં આવેલા થ્રિસુર શહેરમાં રહેતી પ્રિયા વેરિયર બી.કોમ ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છે. તે વિમલા કોલેજમાં અભ્યાસ કરી રહી છે. ફિલ્મની ક્લિપ વાયરલ થયા બાદ ઇન્સ્ટાગ્રામ પર પ્રિયા માટે ફોલોઅર્સનો વરસાદ થયો છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાને 30 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે. પ્રિયાએ ક્લાસિકલ ડાન્સ મોહિનીયટ્ટમની ટ્રેનિંગ લીધેલી છે, ઉપરાંત તે ગીત ગાવાની અને ફરવાની શોખીન છે.

2

આખો દેશ પ્રિયાની અદા પર ફિદા છે ત્યારે હૈદરાબાદના મુસ્લિમ યુથ દ્વારા પ્રિયા અને ફિલ્મ પ્રોડ્યુસર પર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ ક્લિપના કારણે તેમની લાગણીઓ દુભાઇ છે.

3

જ્યારે મળેલી નવી ખ્યાતીમાં પ્રિયા પોતાની જાતને સમાવી શકતી નથી, ફિલ્મ મેકર્સે ઓરુ અદાર લવના પ્રમોશન માટે પ્રિયાની પોપ્યુલારિટી પર રૂપિયા ખર્ચવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ પ્રિયાની માટે તેની આજુબાજુ રહેલા આ ઝનૂનથી તેણીના પિતા ખુશ નથી.

4

નવી દિલ્હીઃ વેલેન્ટાઈન ડે પહેલા મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશને જીઓને આખું ગામ ગાંડુ થયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ મલયાલમ ફિલ્મ ‘ઉર આદર લવ’ના ગીત ‘માનિક્ય મલારાયા પૂવી’માં પ્રિયા પોતાના એક્સપ્રેશનથી ખૂબ ચર્ચામાં આવી. ઉપરાંત પ્રિયાએ એક એવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો જે અત્યાર સુધી કોઈ બોલીવુડ એક્ટ્રેસ પણ નથી કરી શકી. જ્યારે તેણે એક મામલે તો સની લિયોનીને પણ પાછળ છોડી દીધી છે.

5

પ્રિયા પહેલી એવી ભારતીય સેલિબ્રિટી બની ગઇ છે જેણે પોતાના પહેલા દિવસે જ ઇન્સ્ટાગ્રામ પર 6 લાખ 10 હજાર ફોલોઅર્સ મેળવ્યા. અત્યારે પ્રિયાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી. ગૂગલ સર્ચમાં પ્રિયાએ સની લિયોનીને પણ પાછળ છોડી દીધી છે, હાલ પ્રિયા મોસ્ટ સર્ચ્ડ પર્સન છે. એટલું જ નહીં એક જ રાતમાં પ્રિયાએ ગૂગલ પર દીપિકા પાદુકોણ અને કેટરીના કેફને પણ પાછળ છોડી દીધા છે.

  • હોમ
  • મનોરંજન
  • ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે પ્રિયા પ્રકાશ, આ પોર્ન સ્ટારને પાછળ છોડી બની નંબર વન સ્ટાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.