‘વાયરલ ગર્લ’ પ્રિયા પ્રકાશે ખખડાવ્યાં સુપ્રીમ કોર્ટનાં દ્વાર, જાણો શું છે મામલો
24 કલાકની અંદર પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી ઉપર થઈ ગઈ છે. પ્રિયા હાલ માત્ર 18 વર્ષની છે અને ત્રિશૂરની વિમલા કોલેજમાં બીકોમ ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છે. પોતાની ડેબ્યુ ફિલ્મમાં પણ તે એક સ્ટુડન્ટનું પાત્ર ભજવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રકાશની મલયાલમ ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ ત્રીજી માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મનું ગીત ‘માનિકા મલયારા પૂવી’ હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતનો વીડિયો વાઇરલ થયા બાદ પ્રિયા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. એવી સ્થિતિ એ છે કે, ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ છે.
આ મામલે સુનાવણી આજે (20 ફેબ્રુઆરી) ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની ખંડપીઠ દ્વારા કરવામાં આવી શકે છે. પ્રિયા પ્રકાશ અને મલયાલમ ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ના મેકર્સ વિરુદ્ધ તેલંગાણા અને મહારાષ્ટ્રમાં કથિત રીતે એક સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ફરિયાદ દાખલ કરાઈ છે.
મુંબઈઃ પ્રિયા પ્રકાશ વારિયર થોડા દિવસથી ચર્ચામાં છે. તેની ફિલ્મના એક ગીતની ક્લિપિંગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. પરંતુ હવે અહેવાલ મળી રહ્યા છે કે ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’ ગીતના માધ્યમથી ધાર્મિક લાગણી દુભાવાનો આરોપ લગાવીને અનેક જગ્યાએ ફિલ્મ અભિનેત્રી પ્રિયા પ્રકાશ પર એફઆઈર નોંધવામાં આવી છે. તેના કારણે હવે પ્રિયાએ દેશની સર્વોચ્ચ અદાલન (સુપ્રીમ કોર્ટ)માં આ એફઆઈઆર રદ્દ કરવા માટે અરજી કરી છે.