36 વર્ષની આ ગુજરાતી મહિલા બની મિસીઝ એશિયા યુકે 2018, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ હૈદરાબાદની અને મૂળ ગુજરાતી ડિમ્પ્લ સંઘાણીને મિસીઝ એશિયા યુકે 2018 સિલેક્ટ કરવામા આવી છે. આ ઇવેન્ટમાં ગુજરાતી યુવતીને તેના સ્ટ્રૉન્ગ વૉઇસ અને વર્કને લઇને સિલેક્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડિમ્પલે 18 વર્ષની નાની વયે મિસ કન્ટ્રી ક્લબ 2000માં એન્ટ્રી કરી લીધી હતી અને હવે તેને મિસીઝ એશિયા યુકે 2018 માટે પસંદ કરવામા આવી છે.
ડિમ્પલે 2015માં અનેક સિદ્ધિઓ પોતાના નામે કરી હતી, જેમાં BEFFTA અને BMA ગૉલ્ડ હેરસ્ટાઇલિસ્ટ એવોર્ડ સામેલ હતો.
મારી કેરિયરમાં મારા ફેમિલીનો મોટો ફાળો છે, મારા ગ્રાન્ડ ફાધરે મને ખુબ મદદ કરી હતી. ઉપરાંત મારા પેરેન્ટ્સ અને મારા હસબન્ડ મારા સ્ટ્રૉન્ગ સપોટર્સ છે. તેમના કારણે જ હું આ મારા કેરિયરમા આ મુકામ સુધી પહોંચી છું. મને બાળપણથી જ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનો સાથ મળ્યો જેથી હું આજે એક પરફેક્ટ વૂમન બની શકી છું.
ડિમ્પલનું કહેવું છે કે, તેને કૉમ્પેટિટીવ નેચરની સાથે લાઇફની દરેક ક્ષણોને યાદગાર બનાવવાનું પેશન છે. તેણીને ગુજરાતી ડાન્સ પણ પસંદ છે.
ઉલ્લેખનીય છે કે, અજય દેવગનની પુત્રી ન્યાસા, સાકિબ સલીમ, રાજ કુમાર રાવ, અરમાન મલિક અને ઇગ્લેન્ડના ક્રિકેટર મોઇન અલી અને રવી બોપારા ડિમ્પલ સંઘાણીના ક્લાયન્ટ છે.
અત્યારે હું 36 વર્ષની થઇ ચૂકી છું, અને અત્યારે એક માતા અને વાઇફ તરીકે યોગ્ય ભૂમિકા નિભાવી રહી છું. હું એક પ્રૉફેશનલ એન્ટરપ્રિન્યૉર અને સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ અને મેકઅપ આર્ટિસ્ટ છું. હું હંમેશા મારા સપનાઓને સામે રાખીને કામ કરું છું.
મારો જન્મ હૈદરાબાદમાં થયો અને મારું બાળપણ એક સંયુક્ત ફેમિલીમાં ઉછળ્યું. ઉલ્લેખનીય છે કે ડિમ્પ્લ 18 વર્ષની વયે લગ્ન કરી લંડનમાં સેટલ થઇ ગઇ હતી, જ્યાં તેને હેરડ્રેસિંગનો 3 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
મિસીઝ એશિયા યુકે 2018માં ડિમ્પ્લને સિલેક્ટ થયા બાદ ડિમ્પ્લે કહ્યું કે, હું એક પ્રૉફેશનલ સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ છું, હું ટેલિવીઝન અને ફિલ્મ્સમાં મારા કામને બિરદાવું છું. હું આર્ટિસ્ટને પરફેક્ટ રીતે ડિલીવર કરવામાં માનું છું. મારા ક્લાઇન્ટનુ સ્મિત જ મારો સંતોષ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -