મોરબીઃ 9 વર્ષની છોકરીનાં 17 વર્ષના છોકરા સાથે લગ્ન થવાનાં હતાં ને શું થયું?
અધિકારીએ જણાવ્યું કે જે વિસ્તારમાં લગ્ન અટકાવાયા ત્યાના લોકોને લગ્નની ઉંમર વિશે ખ્યાલ કે કાયદાની જાણ જ ન હતી. આ લોકો સમાજથી સાવ વિખૂટા હોય છે એટલે એવી જાગૃતિ હોતી નથી. ટીમે બાળલગ્નની ઉંમર તેમજ વહેલા લગ્ન કરવાથી થતી સમસ્યાઓ અંગે બધાને સમજાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમાજ સુરક્ષાની ટીમે માતા-પિતાને લગ્ન વિશે પૂછાયું તો તેમણે કહ્યું કે અમારા ઉત્તર ગુજરાતમાં આવી રીતે નાનપણમાં જ લગ્ન કરવામાં આવે છે. પછી આણુ બે ત્રણ વર્ષનું રાખીએ છીએ. આ લગ્નમાં છોકરીને ત્રણ વર્ષ આણુ રાખવાની હતી. જો કે ત્રણ વર્ષ બાદ પણ તેની ઉંમર માત્ર 12 વર્ષ જ થઇ શકે.
રાજકોટ: રાજ્યમાં બાળ લગ્નનું પ્રમાણ વધ્યું છે ત્યારે સમાજ સુરક્ષા વિભાગે માત્ર 9 વર્ષની છોકરીના લગ્ન અટકાવી બાલિકા વધૂ થતી અટકાવી છે. મોરબીના હળવદમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ભાઇ-બહેનના લગ્ન લિંબડી રહેતા બીજા ભાઇ-બહેન સાથે એટલે કે સામસામા લગ્ન કરવાના હતા. મોરબી સમાજ સુરક્ષા વિભાગની ટીમ એક દિવસ પહેલા જ સ્થળ પર પહોંચી ગઈ હતી. ભાઇ-બહેનના ઉંમરના પૂરાવા માંગ્યા હતા. સુરક્ષા ટીમે કાગળો તપાસતા દિકરીની ઉંમર માત્ર નવ વર્ષ જ્યારે દિકરાની ઉંમર 17 વર્ષ હોવાની માલૂમ થતા બંનેનો કબ્જો લેવામાં આવ્યો છે. આ નવ વર્ષની બાળકીના લગ્ન લિંબડીના 19 વર્ષના યુવાન સાથે થવાના હતા.
હળવદના 17 વર્ષિય સગીરના લગ્ન લિંબડીની 21 વર્ષિય યુવતી સાથે થવાના હતા અને તે યુવતીનો ભાઇ 19 વર્ષનો છે. જેના લગ્ન 9 વર્ષની છોકરી સાથે થવાના હતા. હળવદના યુવાનની ઉંમર યુવતી કરતા ચાર વર્ષ નાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -