પ્રિયા વોરિયરનું બોલિવૂડના આ સ્ટાર એક્ટરને મળવાનું સપનું થયું પૂરું, લીધી સેલ્ફી
પ્રિયા વોરિયર ઘણીવાર ઇન્ટરવ્યૂમાં કહી ચુકી છે કે તે રણવીર સિંહ સાથે કામ કરવા ઇચ્છે છે. હવે જ્યારે મુંબઈમાં આવી ત્યારે રણવીરને સાથે તેની મુલાકાત પણ થઇ ગઇ છે. પ્રિયા માટે આ પળ સપના સામન જ હતો. રણવીરને મળીને પ્રિયા ઘણી ખૂશ નજર આવી રહી હતી. આ દરમિયાન રણવીર સાથે સેલ્ફી પણ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: ગત વર્ષે આંખના એક્સપ્રેશને લઈને રાતો રાત સ્ટાર બનેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર હાલમાં મુંબઈમાં છે. અહીં પ્રિયા ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. ત્યારે આ અવસર પર પ્રિયાનું બોલિવૂડના સ્ટાર એક્ટર રણવીર સિંહને મળવાનું સપનું પૂરું થયું છે.
ગત વર્ષે વેલેન્ટાઈન ડેના અવસર પર પ્રિયા પ્રકાશ વોરિયર આંખ મારતી હોય તેવા એક્સપ્રેસનવાળી ફિલ્મ 'અરૂ અદાર લવ'ની વીડિયો ક્લિપ વાયરલ થઇ હતી. આ વીડિયો બાદ તેની સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ બની ગયા. અને રાતો રાત ઇન્સ્ટાગ્રામ પર બોલિવુડની તમામ એક્ટ્રેસને પાછળ છોડી દીધી હતી.
પ્રિયા વોરિયરે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને લખ્યું કે, એનાથી વધારે હું શું માંગી શકું છું. તેણે વિક્કી કૌશલ સાથે પણ તસવીર શરે કરી છે. સ્પેશિયલ સ્ક્રિનમાં અભિનેતા વિકી કૌશલે તેને આમંત્રણ આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -