લગ્નના એક મહિના બાદ પ્રિયંકા-નિકે મનાવ્યુ કેરેબિયન હનીમૂન, બન્નેની સેક્સીલૂક વાળી તસવીરો વાયરલ
ઉલ્લેખનીય છે કે, લગ્નના એક મહિના બાદ બન્ને પ્રૉફેશનલ કમિટમેન્ટમાંથી ફ્રી થઇને હનીમૂન ટાઇમ એન્જૉય કરી રહ્યાં છે.
આ તસવીરમાં Icy બ્લૂ ડ્રેસમાં પ્રિયંકા સ્ટાઇલિશ અને સેક્સી લાગી રહી છે, જ્યારે નિક કેઝ્યૂઅલ લૂકમાં દેખાઇ રહ્યો છે. તેને ગ્રે ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યુ છે. બન્નેની આ તસવીર એકદમ સેક્સી લૂક વાળી લાગી રહી છે.
આ પહેલા રિપોર્ટ્સ હતા કે આ હૉટ કપલે સ્વિત્ઝર્લેન્ડમાં પણ હનીમૂન મનાવવાનું હતું. જોકે, અહીં જે તસવીરો વાયરલ થઇ છે તે કેરેબિયન હનીમૂનની છે. તેમની એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતરતી તસવીરો સામે આવી છે.
નવી દિલ્હીઃ ગયા ડિસેમ્બર મહિનામાં દેસી ગર્લ પ્રિયંકા ચોપડાએ પોતાના બૉયફ્રેન્ડ નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા, તેમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહેમાનો માટે રિસેપ્શન પાર્ટી પણ આપી હતી. બાદમાં બન્ને હનીમૂન માટે જુદીજુદી જગ્યાએ ગયા હતા. હવે તેમની હનીમૂનની તસવીરો સામે આવી છે.