આ એક્ટરને ડેટ કરી રહી છે પ્રિયંકા ચોપરા! સામે આવી તસવીરો
ઉલ્લેખનીય છે કે નિક જોનાસ એક અમેરિકન સિંગર છે, સાથે તે એક અભિનેતા પણ છે, નિકે માત્ર 25 વર્ષની વયે અનેક હોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે અમેરિકામાં ખૂબ જ ફેમસ પણ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઘણા લોકોનું કહેવું છે કે નિક જોનાસ તેનો બોયફ્રેન્ડ નથી. આ મેચ બાદ પ્રિયંકા અને નિક એક બોટ પર પાર્ટી કરતાં નજરે પડ્યાં હતા. જો કે વાયરલ થયેલી તસવીરોમાં બંને એકબીજાની નજીક દેખાયા હતા.
અમેરિકાના જાણીતા ડોઝર્સ સ્ટેડિયમમાં પોતાના કથિત પ્રેમી નિક જોનાસ સાથે નજરે પડી છે. સ્ટેડિયમમાં હાજર એક શખ્સે વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં પ્રિયંકા નિક સાથે નજરે પડી રહી છે. જેના કારણે પ્રિયંકાનું અફેર હોવાની વાતે જોર પકડ્યું છે.
નોંધનીય છે કે, પ્રિયંકા બોલિવૂડની એક સીરીઝમાં કામ કરી રહી છે અને ઘણાં સમયથી અમેરિકામાં સ્થાયી છે. કહેવાય છે કે તે એક અમેરિકન એક્ટર સાથે ડેટિંગ કરી રહી છે.
નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અત્યાર સુધી પોતાના રિલેશનશિપ સ્ટેટસનો ખુલાસો કર્યો નથી. પોતાના લગ્નને લઈને ચાલી રહેલ અટકળોને પણ તેણે નકારી કાઢી છે. જોકે હવે લાગી રહ્યું છે કે તેના અફેરનું રહસ્ય વધારે દીવસ સુધી રહસ્ય નહીં રહે.