આનંદો...ગુજરાતમાં આ તારીખથી થશે મેઘરાજાની એન્ટ્રી, મેટ વિભાગે કરી આગાહી
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને પહોંચે છે. તે પછી તે ઉત્તર તરફ વધે છે અને 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને કવર કરી લે છે. આ વર્ષે જલદી વરસાદ શરૂ થવાથી ખેડૂતો માટે સારા સંકેત જોવાઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટ અને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) વચ્ચે ચોમાસાને લઈને મતભેદ ઊભો થયો હતો. આઈએમડીનું કહેવું છે કે, 10મે પછી સતત બે દિવસ સુધી મોનસૂન મોનિટરિંગના 14 સેન્ટર્સ પર 2.5 મિલિમીટર કે તેનાથી વધુ વરસાદ રેકોર્ડ થવાને કારણે મોનસૂન આવવાનો સમય બીજા દિવસે (29મે)એ માનવામાં આવ્યો છે.
ભારતીય હવામાન વિભાગે પુષ્ટિ કરી દીધી છે કે, કેરળમાં મંગળવારે નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગનું અનુમાન હતું કે, આ વર્ષે ચોમાસું 1 જૂનને કેરળના તટ પ્રદેશ પર પહોંચશે. પરંતુ ત્રણ દિવસ પહેલા જ ચોમાસું આવી ગયું છે. હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, છેલ્લા 3-4 દિવસમાં 14 મોનિટરિંગ સ્ટેશનો પર 60 ટકાથી વધુ વરસાદ રેકોર્ડ કરાયો છે.
નવી દિલ્હીઃ દેશમાં મોનૂસનનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગ અનુસાર કેરળમાં ત્રણ દિવસ વહેલું મોનસૂન આવી ગયું છે. કેરળમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂન આવી ગયું છે. સોમવારે જ ખાનગી હવામાન વેબસાઈટ સ્કાઈમેટે કહ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન કેરળમાં દસ્તક દઈ દીધી છે. તેની સાથે જ દેશમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂનનો વરસાદ શરૂ થઈ ગયો છે.
ગુજરાતની વાત કરીએ જો સ્થિતિ સામાન્ય રહી તો 14-15 જૂને મેઘરાજાની એન્ટ્રી થઈ જશે. ધગધગતા તાપ અને અંગ દઝાડતી ગરમીથી તોબા પોકારી ઉઠેલા નગરજનોને ગરમીથી રાહત મળશે.
હાલમાં ઈસ્ટ અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસર છવાયું છે. જેની અસર કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં શરૂ થઈ ગઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 10મી જૂનની આસપાસ સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 14-15 જૂનની આસપાસ ચોમાસું બેસી જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન વરસાદની ગતિ ધીમી રહેશે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -