ઈન્દોરઃ ભારત-બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ રમાશે. ટી-20 શ્રેણી 2-1થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણી જીતવા પણ ઉત્સુક છે. એક વિકેટ લેવાની સાથે જ અશ્વિન ઘરઆંગણે 250 વિકેટ લેનારો ભારતનો ત્રીજો બોલર બની જશે.

અશ્વિનની પહેલા અનિલ કુંબલે અને હરભજન સિંહ આ કારનામું કરી ચુક્યા છે. કુંબલે 350 અને હરભજન 265 વિકેટ ઝડપી ચુક્યા છે. જ્યારે અશ્વિનની ઘરઆંગણે 249 વિકેટ છે. હાલ અશ્વિન ભારતીય બોલર્સ તરફથી સૌથી વધુ વિકેટ લેવાના લિસ્ટમાં ચોથા નંબર પર છે.

કુંબલે 619 વિકેટ સાથે પ્રથમ, 434 વિકેટ સાથે કપિલ દેવ બીજા, 417 વિકેટ સાથે હરભજન ત્રીજા અને 357 વિકેટ સાથે અશ્વિન ચોથા નંબર પર છે.

અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, માવઠાથી માર્ગો થયા પાણી પાણી, જાણો વિગત

સાવરકુંડલાના જેસર રોડ પર કાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ

બોલ સાથે ચેડા કરતો કેમેરામાં કેદ થયો વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી, ICC એ ફટકારી આ સજા, જાણો વિગત