નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્નને 1 વર્ષ થઇ ગયુ છે પણ લાગે છે કે, તેમનાં લગ્ન સાથે જોડાયેલાં કિસ્સા અને કહાનીઓ હજુ સુધી બહાર આવ્યા નથી. હવે આ જોડીનાં લગ્ન અંગે ખુલાસો થયો છે. જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.


ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડનાં મુખ્ય કાર્યકારી અધિકારી અને ડિરેક્ટર પુનીત ચટવાલે ઉમેદ ભવનમાં થયેલાં પ્રિયંકા અને નિકનાં લગ્નથી હોટલને થયેલાં ફાયદાનો ખુલાસો કર્યો છે. ફક્ત 4 દિવસમાં પ્રિયંકાએ તેનાં લગ્નમાં એટલો ખર્ચો કર્યો કે આ હોટલને ત્રણ મહિનાનો નફો થઇ ગયો હતો.



પ્રિયંકા ચોપડાએ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં વિદેશી નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. આ શાહી લગ્નમાં ફક્ત થોડા લોકો જ હાજર રહ્યા હતા. તેમ છતાં પણ ‘દેશી ગર્લ’એ આ લગ્નમાં તગડી રકમ ખર્ચ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ લગ્નમાં માત્ર વેન્યૂ પાછળ જ 4 લાખ 61 હજાર અમેરિકન ડોલર (લગભગ 3.27 કરોડ રૂપિયા) ખર્ચ થયો હતો. જેમાં ચાર દિવસ સુધી ઉમેદ ભવનમાં રહેવાની મહેમાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હિંદુ અને ક્રિશ્ચન વિધિથી લગ્ન પણ ઉમ્મેદ ભવનમાં જ થયા હતા.

પ્રિયંકા અને નિકના લગ્ન દરમિયાન આખો મહેલ ચાર દિવસ માટે બુક કરાયો હતો. આ ચાર દિવસ દરમિયાન કોઈ પણ બહારના વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પુનીત ચટવાલે કહ્યું, એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો અમે એટલી આવક કરી હતી કે અમે ત્રણ મહિનામાં આરામથી કામ કરી શકીએ. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિકના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચાસ્પદ લગ્ન હતા. આ લગ્ન બાદ પ્રિયંકાએ દિલ્હી અને મુંબઈમાં તેના લગ્નનું ભવ્ય રિસેપ્શન પણ આપ્યું હતું.

જણાવી દઈએ કે, ઉમેદ ભવન સૌથી શાનદાર પેલેસમાંથી એક છે. અહીં સુંદર બગીચાઓ વચ્ચે 347 રૂમ છે. બેન્ક્વેટ હોલમાં લગભગ 300 લોકો એકઠા થઈ શકે છે. જો કે, હવે તેને રેસ્ટોરાંમાં ફેરવી દેવાયું છે. મહત્વનું છે કે, આ વર્ષે પ્રિયંકા અને નિકના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. ઉમેદ ભવનમાં થયેલા નિક-પ્રિયંકાના લગ્ન દેશ-દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા.