કોલકત્તા: આઈપીએલ 2020 સીઝન માટે કોલકત્તામાં થયેલી હારજીની શરૂઆતમાં 338 ખેલાડીઓ સામેલ હતા પરંતુ અંત સુધીમાં માત્ર 62 ખેલાડી જ વેચાયા હતા. જેમાં ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિંસ આઈપીએલ-13ના ઓક્શનમાં સૌથી મોંઘો વેચાનાર વિદેશી ખેલાડી બની ગયો છે.


62 ખેલાડીઓમાંથી 29 ખેલાડીઓ વિદેશી છે. તમામ 8 ફેન્ચાઈઝીએ કુલ 140 કરોડ રૂપિયા આ ખેલાડી પર ખર્ચ્યા છે.  કોલકત્તાએ પેટ કમિંસને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબે ગ્લને મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ટૉપ ત્રણ સૌથી વધુ રકમ મેળવનાર ખેલાડીઓમાં બોલિર ક્રિસ મૉરિસ સામેલ છે. જેને 10 કરોડ રૂપિયામાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો છે. ભારતના સોથી મોંઘો ખેલાડી પીયુષ ચાવલા રહ્યો છે. જેને 6.75 કરોડ રૂપિયામાં ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. આ સિવાય સેમ કરનને ચેન્નઈએ 5.50 કરોડમાં ખરીદ્યો હતો. ઇયોન મોર્ગનને કેકેઆરએ 5.25 કરોડમાં અને એરોન ફિંચને આરસીબીએ 4.40 કરોડમાં ખરીદ્યો હતો.