ક્વાન્ટિકો વિવાદ પર પ્રિયંકાએ માંગી માફી, કહ્યું- ભારતીય હોવાનો ગર્વ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાં પ્રિયંકાને નિશાન બનાવવામાં આવી હતી. જે બાદ ક્વાન્ટિકોના નિર્માતાઓએ માફી માંગતા સ્પષ્ટતા કરી હતી કે આમાં પ્રિયંકાનો કોઈ હાથ નથી.
'ક્વોન્ટિકો'નાં લેટેસ્ટ એપિસોડમાં હિન્દુઓને આતંકવાદી તરીકે બતાવવામાં આવ્યા છે. જે બાદથી આ શો વિવાદોથી ઘેરાઇ ગયો હતો. આ શોનો આ ત્રીજી અને અંતિમ સીઝન છે. છેલ્લા એપિસોડમાં એક સીન છે જેમાં એક ભારતીય મેનહેટન પર હુમલો કરવાનું કાવતરું ઘડે છે. અને તેનો આખો દોષ પાકિસ્તાન પર ઢોળવાનો પ્લાન બનાવે છે.
પ્રોડ્યૂસરે જાહેર કરેલા માફીનામામાં કહ્યુ કે, એબીસી સ્ટૂડિયોઝ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર્સ ક્વાન્ટિકોના તાજેતરના એપિસોડમાં દર્શાવવામાં આવેલા આપત્તિજનક સીનના કારણે તેમના દર્શકોની માફી માંગે છે. આ એપિસોડ ઇમોશન્સથી ભરેલું છે. પ્રિયંકા ચોપડાએ આ શોને ક્રિએટ નથી કર્યો. ન તો કાસ્ટિંગ કે સ્ટોરી લાઇનમાં તેનો કોઈ હાથ છે.
તેણે એમ પણ લખ્યું કે, મને ભારતીય હોવાનો ગર્વ છે અને તે ક્યારેય નહીં બદલાય. ક્વાન્ટિકોની ત્રીજી સીઝનમાં ધ બ્લડ ઓફ રોમિયોમાં એક દર્શાવવામાં આવેલા એક સીનનો સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ થયો હતો.
પ્રિયંકાએ લખ્યું કે, ક્વાન્ટિકોના આ વિવાદાસ્પદ એપિસોડથી અનેક લોકોની ભાવનાઓન ઠેસ પહોંચી છે. આ માટે હું દુઃખી છું અને માફી માંગુ છું. મારો હેતું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.
મુંબઈઃ અમેરિકન શો ક્વાન્ટિકોમાં હિન્દુ આતંકવાદ સાથે સંકળાયેલા દ્રશ્ય પર પ્રિયંકા ચોપડાએ માફી માંગી છે. આ પહેલા શો ના નિર્માતાઓએ પણ માફી માંગી હતી. પ્રિયંકાએ આ મુદ્દે રવિવારે સવારે ટ્વિટ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -