નવી દિલ્હીઃ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ગણેશ ચતુર્થીના રોજ પોતાના ઘરે ઉજવણી કરી જેમાં અનેક સેલેબ્સ શામેલ થયા. અંબાણી પિરવારના ઘરે પહોંચનારાઓમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રેખા, આમિર ખાન, કાજોલ, કેટરીના કેફની સાથે સાથે અનેક ક્રિકેટર્સ પણ સામેલ થયા હતા.

જોકે મુકેશ અંબાણીના ઘરે આવનારા મહેમાનોમાં સૌથી વધારે ધ્યાન પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થે આકર્ષિત કર્યું હતું. લગ્ન ફોક થયા બાદ સિદ્ધાર્થ અહીં કોઈ મિસ્ટ્રી ગર્લ સાથે આવ્યો હતો. નોંધનીય છે કે, સિદ્ધાર્થ અને ઈશિતાની સગાઈ થઈ ગઈ હતી અને એપ્રિલના છેલ્લા અઠવાડિયે બંનેના લગ્ન થવાના હતા. લગ્ન માટે પ્રિયંકા મુંબઈ આવી હતી. જો કે, લગ્નના થોડા જ દિવસ પહેલા બંનેના લગ્ન રદ થયા હોવાના અહેવાલ આવ્યા. હવે રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થના જીવનમાંથી ઈશિતા નામનું ચેપ્ટર બંધ થઈ ગયું છે. તેને નવો પ્રેમ મળી ગયો છે.

અંબાણી પરિવારના ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં સિદ્ધાર્થ સાથે દેખાયેલી મિસ્ટ્રી ગર્લ સાથેની તસવીરો આ વાતનો ઈશારો કરે છે. અંબાણી પરિવારના ત્યાં સિદ્ધાર્થ સાઉથની એક્ટ્રેસ નીલમ ઉપાધ્યાયનો હાથ પકડીને આવ્યો ત્યારે સૌ કોઈ ચોંકી ગયા. નીલમે તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર 7’થી 2012માં ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું છે. નીલમ અને સિદ્ધાર્થ બીજી કેટલીક જગ્યાએ પણ સાથે જોવા મળ્યા છે. ત્યારે બંને વચ્ચે પ્રેમ છે કે માત્ર દોસ્તી એ તો ભવિષ્યમાં ખબર પડી જ જશે.