પ્રિયંકાએ ટ્વિટ કરીને આ પ્રસંગે કહ્યું કે "ધ વ્હાઈટ ટાઇગરના શૂંટિગ પર છું, આ પરિસ્થિતિઓમાં અહીં શૂટ કરવું ખૂબ જ મુશ્કેલ છે. હું અહીં રહેતા સામાન્ય લોકોની કેવી સ્થિતિ થતી હશે તેની કલ્પના પણ નથી કરી શકતી. હું ભાગ્યશાળી છું કે મારી પાસે માસ્ક અને એર પ્યૂરીફાયર છે. પણ જે લોકો પાસે ઘર નથી તેમના માટે પ્રાર્થના, બધા સુરક્ષિત રહો"
જો કે આમ તો પ્રિયંકાએ જે પણ કહ્યું તે સાવ સાચી વાત છે. પણ તેમ છતાં તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લોકોએ તેને ટ્રોલ કરી હતી. કેમ કે ગત વર્ષે પ્રિયંકા ચોપરાની સિગરેટ પીતી તસવીરો વાયરલ થઇ હતી. અને આ પોસ્ટ મૂકતા જ લોકોએ તેને, સિગરેટ પીતી પોસ્ટ યાદ કરાવી હતી. લોકોને તેને જાહેરમાં સિગરેટનો પ્રચાર ન કરવા અને બેઘરોના બદલે પોતાની સિગરેટ લત માટે કંઇ કરવાની સલાહ આપી દીધી હતી.
તમને જણાવી દઇએ કે દિલ્હી-એનસીઆરમાં રવિવારે અનેક જગ્યાએ વાયુ ગુણવત્તા ઇંડેક્સ (AQI) 900ને પાર જતો રહ્યો હતો. દિલ્હીના પડોશી જિલ્લા ગૌતમબુદ્ધ નગર (નોઇડા) અને ગાઝિયાબાદમાં પ્રદૂષણની ખતરનાક સ્થિતિના કારણે મંગળવારે સુધી અનેક શાળાઓ બંધ કરવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં ઝેરીલા પ્રદૂષણના કારણે હરિયાણા શિક્ષા વિભાગે પ્રદેશમાં પણ તમામ પ્રાઇવેટ સરકારી શાળાઓને 4 અને 5 નવેમ્બરના રોજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.