1000મી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ.....
આઇસીસી દ્વારા ટી20 ફોર્મેટમાં મેચો રમાડવાનો સિલસિલો શરૂ થયો, ત્યારથી અત્યાર સુધી કુલ 1000 મેચો રમાઇ ચૂકી છે. ટી20 ફોર્મેટમાં 1000મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ, 1000મી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમતા 14 વર્ષનો સમય લાગી ચૂક્યો છે. વળી, વનડે ઇન્ટરનેશનલને 1000મી મેચ રમતા 24 વર્ષ લાગ્યા હતા.
1000 વનડે - 24 વર્ષ
1000 ટી20- 14 વર્ષ
ત્રણેય ફોર્મેટમાં ક્યારે ક્યારે રમાઇ 1000મી ઇન્ટરનેશનલ મેચ....
1000મી ટેસ્ટ મેચ - પાકિસ્તાન Vs ન્યૂઝીલેન્ડ, હૈદરાબાદ, 1984
1000મી વનડે મેચ - ઇંગ્લેન્ડ Vs વેસ્ટ ઇન્ડિઝ, નૉટિંઘમ, 1995
1000મી ટી20 મેચ - ભારત Vs બાંગ્લાદેશ, દિલ્હી, 2019