મુંબઇઃ બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર કબીર સિંહના સક્સેસ હવે નવી ફિલ્મ કરવા જઇ રહ્યો છે, શાહિદ તેલુગુ ફિલ્મ 'જર્સી'ની હિન્દી રિમેક પર કામ કરી રહ્યો છે, આ ફિલ્મમાં તે એક ક્રિકેટરના લૂકમાં દેખાશે.

શાહિદે જર્સી ફિલ્મ માટે ક્રિકેટરનો રૉલ નિભાવવા માટે મહેનત ચાલુ કરી દીધી છે, તેને ક્રિકેટ કૉચિંગ માટે ચંદિગઢમાં ટ્રેનિંગ શરૂ કરી દીધી છે કેમકે ફિલ્મમાં શાહિદ એક ક્રિકેટર બનવાનો છે. શાહિદ આની એક ઝલક વાળી તસવીર પણ સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જેમાં હાથમાં બેટ પકડીને નેટ પ્રેક્ટિસ કરતો દેખાઇ રહ્યો છે.

શાહિદ કપૂરે પોતાની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું કે, કબીર સિંહ બાદ મને એ વિચારવાનો સમય મળ્યો કે હવે મારે શું કરવુ જોઇએ. પણ જેવી જર્સી જોઇ. હું સમજી ગયો કે આ મારી નેક્સ્ટ ફિલ્મ હશે. આ એક શાનદાર પ્રેરક ફિલ્મ છે અને એવા વ્યક્તિની કહાની છે જે મારી સાથે ખુબ મેચ થાય છે.


જર્સીનુ નિર્દેશન ગૌતમ તિન્નાનાઉરી કરી રહ્યાં છે, આ ફિલ્મના તેલુગુ વર્ઝનનુ પણ નિર્દેશન ગૌતમે જ કર્યુ છે, ફિલ્મનુ નિર્માણ અલ્લ અરવિંદ, અમન ગિલ અને દિલ રાજૂ કરી રહ્યાં છે, ફિલ્મ આગામી વર્ષે 28 ઓગસ્ટે રિલીઝ થવાની છે.