મુકેશ અંબાણીની દીકરીની સગાઈમાં આ હોટ એક્ટ્રેસનો દાવ થઈ ગયો, પહેરવા માટે બીજા પાસે માંગવા પડ્યા કપડા
ઈવેન્ટમાં ઘણાં સેલિબ્રિટી વધારાના આઉટફિટ્સ સાથે લઈને આવ્યા હતા. તેમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકા આ બાબતને લઈને ચિડાઈન ન હતી અને તેણે મનીષ અને તેના ફ્રેન્ડ્સે તેના માટે જે આઉટફિટ્સની વ્યવસ્થા કરી હતી તે પહેરી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન મોડો પહોંચવાને લીધે પ્રિયંકાએ બીજાના કપડા પહેરવાનો વારો આવ્યો હતો. અહેવાલ અનુસાર ફેશન ડિઝાઈનર મનીષ મલહોત્રા અને બીજા અન્ય ફ્રેન્ડ્સે મળીને પ્રિયંકાને મદદ કરી હતી અને ઈશા અંબાણીની સગાઈમાં પહેરવા માટે આઉટફિટની વ્યવસ્થા કરી આપી હતી.
અહેવાલ અનુસાર પ્રિયંકાએ ઈશાની સગાઈ માટે ખાસ કપડા તૈયાર કરાવ્યા હતા પરંતુ તેનો સામાન એક દિવસ મોડો આવતા તે મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. તમે કોઈ ખાસ ઇવેન્ટ માટે ખાસ કપડા તૈયાર કરાવ્યા હોય અને તમારો સામાન જ તમારી પાસે ન હોય ત્યારે કેવું થાય? પ્રિયંકાએ આવી જ મુશ્કેલીનો સામનો કર્યો હતો.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા ઈટાલીમાં યોજાયેલ બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશાની સગાઈમાં સામેલ થઈ હતી. જોકે પ્રિયંકા ચોપરાને લઈને હવે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. સગાઈ માટે પ્રિયંકા તો લેક કોમો તો પહોંચી ગઈ હતી પરંતુ તેનો સામાન એક દિવસ મોડો પહોંચ્યો હતો જેના લિધે કફોડી સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -