પ્રિંયકા ચોપડા 5 વર્ષની ઉંમરથી પીડાઇ રહી છે આ ગંભીર બિમારીથી, ટ્વીટ કરીને કર્યો ખુલાસો
પ્રિયંકાએ ટ્વીટ કર્યું કે મને સારી રીતે ઓળખનારા લોકો જાણે છે કે મને દમ ચડે છે, એટલે અસ્થમા રોગ છે. મને લાગે છે કે આમાં સંતાડવાની શું હોય? મને ખબર હતી કે અસ્થમા મારા પર કાબુ જમાવે તે પહેલા હુ તેને કાબુમાં કરી લઉં. જ્યા સુધી મારી પાસે ઇન્હેલર છે, અસ્થમા મને મારા લક્ષ્યને મેળવવા અને બેરોકટોક જિંદગી જીવવામાં મને નથી રોકી શકવાનો.
પ્રિયંકાએ ટ્વીટર પર એક જાહેરાતની શૂટિંગને ટ્વીટ કર્યું જેમાં તેના પર તેને પોતાની વાત મુકી હતી કે, કેવી રીતે અસ્થમા રોગ પણ તેને કેરિયરની ઉંચાઇઓ પર જવાથી ના રોકી શક્યો.
પ્રિયંકા હાલ અભિનેતા ફરહાન અખ્તર અને જાયરા વસીમની સાથે 'ધ સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ કરી રહી છે.
નવી દિલ્હીઃ બૉલીવુડની દેશી ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાને પોતાને એક ગંભીર રોગ હોવાની વાત કબુલી છે. પ્રિયંકાનું કહેવુ છે કે તેમને અસ્થમા રોગ છે અને તેને છુપાવવા જેવી કોઇ વાત નથી.