પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ સાયકલ લઈને કર્યો વિરોધ, સાયકલો ખુટી પડી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, યુપીએ સરકાર વખતે ભાજપના નેતાઓ બૂમબરાડા કરતાં હતા, પરંતુ આજે ભાજપના નેતાઓ-સાંસદોની બોલતી બંધ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ યુપીએ શાસન કરતાં અત્યારે ઓછા છે તેમ છતાં ભાજપની કેન્દ્ર સરકાર જનતાને મોંઘા ભાવે પેટ્રોલ-ડીઝલ આપી રહી છે. અચ્છે દિનના વાયદા કરીને ભાજપે પ્રજા સાથે દ્રોહ કર્યો છે, સાડા 4 વર્ષમાં એક્સાઈઝ ડ્યૂટી વધારી 11 લાખ કરોડની લૂંટ ચલાવી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને મહારાષ્ટ્રના સાંસદ રાજીવ સાતવે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતાં. જ્યારે પ્રતીક વિરોધ નોંધાવવા કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ પર સવાર થઈને ગુજરાત વિધાનસભા પહોંચ્યા છે.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં સવારે સાયકલ રેલી કાઢી કોંગી ધારાસભ્યો ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા હતાં. મોંઘવારી વિરૂદ્ધ પ્રતીક વિરોધ નોંધાવવા કોંગ્રેસે આ કાર્યક્રમ ઘડ્યો છે. બુધવારે વિધાનસભાના ચોમાસું સત્રનો બીજો અને છેલ્લો દિવસ છે.
કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ આજે સવારે ગાંધીનગર સ્થિત ધારાસભ્ય નિવાસ સ્થાનેથી સાયકલ રેલી કાઢી હતી જોકે સાયકલ ઓછી હોવાને કારણે સાયકલો ખુટી પડી હતી. ગુડા પાસે સાયકલ ન હોવાથી કોંગ્રેસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. જેના કારણે ધારાસભ્યોને સાયકલની રાહ જોઈ રહ્યા હતાં. જ્યારે અન્ય જગ્યાએ સાયકલ લેવા માટે દોડધામ પણ મચી ગઈ હતી. સાયકલ ન મળતાં સાયકલ લારી પર બેસીને ધારાસભ્યો નીકળ્યા હતાં.
ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા તેમજ મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ આજે સવારે ગાંધીનગર સ્થિત ધારાસભ્ય નિવાસ સ્થાનેથી સાયકલ રેલી કાઢી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્યો માટે સાયકલો પણ ખુટી ગઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યો સાયકલો લઈ વિધાનસભા પહોંચ્યા હતાં. જ્યારે આ વિરોધમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા તેવો કોંગ્રેસે દાવો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -