પ્રિયંકા પતિ નિક જોનાસ કરતાં છે વધુ ધનિક, જાણો બન્ને પાસે કુલ કેટલી છે સંપત્તિ?
૨૦૧૭ની ફોર્બ્સની યાદીમાં મૉસ્ટ પાવરફુલ વૂમેન તરીકે પ્રિયંકા ૯૭મા સ્થાન પર રહી હતી. આ રિપોર્ટ અનુસાર પ્રિયંકાની વાર્ષિક કમાણી રૂા. ૬૪ કરોડ આંકવામાં આવી હતી. આ કમાણી ૧, જુન ૨૦૧૬ થી લઇ ૧, જુન ૨૦૧૭ સુધી હતી. વળી અન્ય રિપોર્ટ પ્રમાણે તેની નેટવર્થ ૨૮ મિલિયન ડોલર એટલે કે રૂા. ૨૦૦ કરોડ જણાવામાં આવી છે.
સંપતિની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા પતિ નિક જોનાસ કરતાં વધુ ધનિક છે, પ્રિયંકાની પાસે 300 કરોડથી પણ વધુ સંપતિ હોવાનું મનાઇ રહ્યું છે. પ્રિયંકાએ બૉલીવુડ અને હૉલીવુડમાં કામ કરીને સારીએવી કમાણી કરી લીધી છે.
એક વેબસાઇટના અનુસાર, નિક જોનાસ એક સિંગર છે અને તે પોતાનું બેન્ડ ચલાવી રહ્યો છે. નિકની નેટવર્થ લગભગ ૨૫ મિલિયન ડૉલર એટલે કે રૂા. ૧૭૧ કરોડ છે. આ રિપોર્ટની માનીએ તો પ્રિયંકા પોતાના પતિ કરતાં વધુ ધનિક છે, પરંતુ લગ્ન બાદ બન્નેની સંયુક્ત સંપત્તિ રૂા. ૩૪૦ કરોડથી પણ અધિક થઇ જશે.
મુંબઇઃ બૉલીવુડની દેશી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપડાની લગ્ન વિદેશી સિંગર નિક જોનાસ સાથે ગઇકાલે થઇ ચૂક્યા છે. રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવનમાં શાહી ઠાઠ સાથે લગ્ન વિધી પુરી કર્યા બાદ આજે દિલ્હીની તાજ હૉટલમાં બન્નેનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાવવાનું છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિકના લગ્ન 2જી ડિસેમ્બરે થયા હતા. આ બધાની વચ્ચે એક ખાસ વાત એ છે કે બન્ને ધનિક છે પણ પ્રિયંકા ચોપડા પતિ નિક જોનાસ કરતાં વધુ ધનિક છે, જાણો બન્ને પાસે કેટલી છે સંપતિ.....