‘કોંગ્રેસને મેં જ કહેલું કે નાકીયાને ટીકિટ આપજો જેથી મારે બહુ મહેનત ના કરવી પડે’
આ બાબતે ભોળાભાઈ ગોહિલે કહ્યું હતું કે, અમારી પાર્ટીએ સર્વે કરાયો હતો અને આ પછી જ નાકીયાને ટીકિટ મળી છે. મને સહેજ પણ દુ:ખ નથી. કોને ટીકિટ આપવી કોને નહીં તે તો પાર્ટી નક્કી કરે છે. કુંવરજી ખોટું બોલી રહ્યા છે.
આ વિશે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ જણાવ્યું હતું કે, તે કયા કોંગ્રેસ નેતાના સંપર્કમાં હતા તેનું જાહેર કરે. ભાજપવાળા ખોટું બોલે છે. આવું કશું જ નથી. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનું ચાલતું હતું, હવે ચાલે નહીં. ભાજપમાં પણ તેમનું ચાલશે નહીં.
ત્યાર બાદ કહ્યું હતું કે, ભોળાભાઈને ટીકિટ ના મળતા તેમનું મોઢું પડી ગયું હતું અને રડવા જેવા થઈ ગયા હતા. મેં તો તેમને પહેલા પણ કહ્યું હતું કે, તમે મારી સાથે આવી જાવ.
કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે મારી વાતચીત થઈ હતી. મેં જ કહ્યું હતું કે, ભોળાભાઈ ગોહિલના બદલે અવસર નાકીયાને ટીકિટ આપજો. જેથી અમારી વધારે કસરત કરવી ના પડે.
જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ માહોલ જામ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને જસદણ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, અવસર નાકીયાને ટિકિટ આપજો. કોંગ્રેસે બાવળીયા સામે અવસર નાકીયાને ટિકિટ આપી છે.