નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી છે. તેનું એક કારણ એક્ટ્રેસ વિતેલા દિવસોમાં પોતાની માતાની સાથે મુંબઈમાં હોસ્પિટલમાં સીક્રેટ વિઝિટને ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ સીક્રેટ વિઝિટ ક્યા કારણે થઈ હતી તેના પર પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાનું નિવેદન સામે આવ્યું છે.



મધુ ચોપરાએ પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીના અહેવાલને અફવા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘અમે હોસ્પિટલ જરૂર ગયા હતા, પરંતુ એક નજીકના સંબંધીને જોવા માટે. તેમાં પ્રિયંકાની પ્રેગ્નેન્સી સાથે કોઈ લેવાદેવા નથી’ પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીને લઈને વિતેલા મહિને એક તસવીર સામે આવ્યા બાદ ચર્ચા ચાલી રહી હતી. આ તસવીરમાં પ્રિયંકાને જોઈને કહેવાતું હતું કે તે પ્રેગ્નેન્ટ છે. જોકે આ તસવીર પર મધુ ચોપરાએ કહ્યું હતું કે, આ માત્ર કેમેરા એંગલને કારણે થયું છે.



સ્પોટબોયને આપેલ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, પ્રિયંકાના લગ્નને હજુ થોડા જ મહિના થયા છે, આટલી જલ્દી પ્રેગ્નેન્સીના લઈને અટકળો લગાવવી એ મુર્ખામી છે. તેમણે કહ્યું કે, પહેલા મને આ વાતોથી ફેર પડતો હતો પરંતુ મારા માટે હવે આ સામાન્ય વાત છે. બસ સાંભળું છું અને જવા દવ છું.