નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની પાંચમી અને અંતિમ વન ડે બુધવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાશે. 4 મેચ બાદ બંને ટીમો 2-2ની બરાબરી પર છે. જેના કારણે પાંચમી વન ડે બંને ટીમો માટે કરો યો મરોનો જંગ બની રહેશે. ઓસ્ટ્રેલિયાએ અંતિમ વન ડેમાં 359 રનનો રેકોર્ડ બ્રેક લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વર્લ્ડકપ 2019 પહેલા ભારતની આ અંતિમ વન ડે મેચ છે.

ભારતીય સમય પ્રમાણે બપોરે 1.00 કલાકે ટોસ થશે અને 1.30 કલાથી મેચ શરૂ થશે. દિલ્હીમાં બંન્ને ટીમો માટે ટોસ જીતવું ખૂબ જ મહત્વનું રહેશે. અહીં ટોસ જીતીને કોઇપણ ટીમ પહેલાં બેટિંગ કરવા ઇચ્છશે. જોકે, છેલ્લા 8 વર્ષથી અહીં વનડેમાં કોઇપણ ટીમને લક્ષ્યાંકનો પીછ કરતાં જીત મળી નથી. વર્ષ 2013થી લઇને અત્યાર સુધી અહીં 6 વનડે રમાઇ છે અને દર વખતે પહેલાં બેટિંગ કરનાર ટીમને જીત મળી છે.

વાંચોઃ INDvAUS: પાંચમી વન ડેમાં રોહિત શર્મા બનાવી શકે છે આ ખાસ રેકોર્ડ

મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પરથી થશે. હિન્દી કોમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પરથી પ્રસારિત થશે. લાઇવ સ્ટ્રિમિંગ હોટ સ્ટાર પરથી જોઈ શકાશે.

સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, વિજય શંકર, રિષભ પંત, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

વાંચોઃ વર્લ્ડકપમાં ધોની વગર કોહલી અધૂરો કેપ્ટન, શેન વોર્ને આપ્યું આ કારણ

ગુજરાતની જનતા માટે કામ કરવા કોગ્રેસમાં જોડાઇ રહ્યો છુંઃ હાર્દિક


હાર્દિકની જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા પર સાંસદ પૂનમ માડમે શું કહ્યુ, જુઓ વીડિયો