કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસના 42 ઉમેદવારની જાહેરાત કરી છે. પક્ષે આ વખતે 41% મહિલાઓને ટીકિટ આપી છે.



ટીકિટ મેળવનારાઓમાં અભિનેત્રી મુનમુન સેન ઉપરાંત મીમી ચક્રવર્તી, નુસરત જહાં, શતાબ્દી રોયનો સમાવેશ થાય છે. મુનમુન આસનસોલથી ચૂંટણી લડશે. વર્તમાન 10 સાંસદોની ટીકિટ કપાઈ છે. અભિનેત્રી અને બાંકુરાથી સાંસદ મુનમુન સેન આ વખતે આસનસોલથી ચૂંટણી લડશે. બાંગ્લા ફિલ્મોની સ્ટાર નુસરત અને મીમી ચક્રવર્તી પણ ટીએમસીની ટિકિટ પરથી ચૂંટણી લડશે.



મમતાએ કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ ઓડિશા, આસામ, ઝારખંડ, બિહાર અને આંદામાન-નિકોબારમાં પણ પોતાના ઉમેદવાર ઊભા રાખશે. આ પહેલા અન્ય પક્ષોએ પણ પોતાનો અમુક ઉમેદવારો જાહેર કર્યા છે.