પ્રિયંકા ચોપરા ભારતમાં કોવિડ-19 સામે લડી રહેલ હેલ્થ વર્કર્શને 10,000 જોડી જૂતા દાનમાં આપશે. ઉપરાંત તે 10,000 જોડી જૂતા લોસ એન્જલેસમાં પણ ડોનેટ કરશે. પ્રિયંકાએ ક્રોક્સની સાથે મળીને કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં સાર્વજનિક અને સરકારી હોસ્પિટલને જૂતા આપશે.
ગ્લોબલ યૂનિસેફની રાજદૂત પ્રિયંકાએ કહ્યું કે, દેશભરમાં કોવિડ-19 વિરૂદ્ધ કામ કી રહેલ હેલ્થકેયર પ્રોફેશનલ આપણા સાચા સુપરહીરો છે. આપણી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તે દરરોજ કામ કરી રહ્યા છે અને આપણા માટે લડી રહ્યા છે.
તેણે કહ્યું કે, હેલ્થ વર્કર્સના સાહસ, પ્રતિબદ્ધતા અને બલિદાનથી આ વૈશ્વિક મહામારીમાં અસંખ્ય જીવન બચી રહ્યા છે. જ્યારે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે તેમની સ્થિતિ હાલમાં શું હશે. આ દરમિયાન આપણે આવી સ્થિતિમાં જે થાય એ મદદ કરી શકીએ છીએ. તેમના કામની પ્રકૃતિ એવી છે કે તેમના માટે પોતાના કપડા અને જૂતા સાફ રાખવાનું એટલું સરળ નથી.
પ્રિયંકાએ કહ્યું કે, મને ખુશી છે કે આવું મહાન કામ કરનારા લોકો માટે કંઈક કરી શકીએ. આશા છે કે, આ એ વાયરસ વિરૂદ્ધ લડાઈમાં આ સારસંભાળ કરનારાઓની મદદ કરશે. તેણે અમેરિકામાં હેલ્થકેર શ્રમિકો માટે પણ 10,000 જોડી જૂતા દાન કરવાની જાહેરાત કરી છે.