મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસ 2019ની ઇન્સ્ટાગ્રામની રિચ લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે. તે એકલી એવી બોલિવૂડ સેલિબ્રેટી છે જે આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રિયંકાની બોલિવૂડ તથા અને હોલિવૂડ બંન્ને જગ્યાઓ પર ખૂબ જાણીતી પર્સનાલિટી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેનો ઉપયોગ તે પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ માટે કરે છે.


ઇન્સ્ટાગ્રામ પર તેની ખૂબ ફેન ફોલોઇંગ છે અને તેનું કારણ છે કે તે પ્રમોશનલ પોસ્ટ માટે હેવી અમાઉન્ટ ચાર્જ કરે છે. હોપરએચક્યૂ ડોટ કોમ દ્ધારા શેર કરવામાં આવેલી ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ અનુસાર, એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે પ્રિયંકા ચોપરા 2,71,000 ડોલર એટલે કે 1.87 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે.


નોંધનીય છે કે એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ પર 43.3 મિલિયન ફોલોઅર્સ છે. લિસ્ટમાં તે 19મા સ્થાન પર છે. પ્રથમ પોઝિશન પર કાઇલી જેનર છે જે એક પોસ્ટ માટે 1,266,000 ચાર્જ કરે છે. વર્કફંટની વાત કરીએ તો પ્રિયંકા આગામી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પ્રિંકમાં જોવા મળશે. સોનાલી બોસની આ ફિલ્મમાં તે ફરહાન અખ્તર સાથે જોવા મળશે. ફિલ્મ 11 ઓક્ટોબર 2019ના રોજ રીલિઝ થશે.