પ્રિયંકા-નિકની સગાઈની કેક હતી ખાસ, ક્રીમ પર લાગ્યું હતું 24 કેરેટ સોનું
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન ગાયક નિક જોનસે 18 ઓગસ્ટના રોજ સગાઈ કરી હતી. એ જ સાંજે બન્નેએ મુંબઈમાં પાર્ટી આપી હતી, જેમાં બોલિવૂડ અને ઉદ્યોગ જગતના અનેક દિગ્ગજો સામેલ થયા હતા. આ પાર્ટીમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ સૌથી વધારે ચર્ચા થઈ હતી તેની સગાઈની કેકની.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા અને નિકે પોતાની સગાઈ પાર્ટીમાં જે કેક મહેમાનોની સામે કેક કાપી હતી તે કોઈ સામાન્ય કેક ન હતી. તે એકદમ ખાસ હતી, જેની ક્રીમમાં 24 કેરેટ સોનાના પાંદડા લાગેલ હતા.
15 કિલો વજનની આ 3 સ્ટોરી કેકને મુંબઈની શાનદાર પેસ્ટ્રી શોપ Tier Nom Patisserieએ ખાસ અવસર માટે તૈયાર કરી હતી. આ બટર ક્રીમ કેક હતી જેને Pink cymbidium orchids ફૂલોથી સજાવવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -