પ્રિયંકા ચોપરા જ્યારે મિસ વર્લ્ડ બની ત્યારે આવો દેખાતો હતો મંગેતર નિક જોનાસ
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને હોલિવૂડ સિંગર નિક જોનસ છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. સગાઈ કર્યા બાદ હવે આ કપલ ઓક્ટોબર 2018માં લગ્ન કરી શકે છે. પ્રિયંકાની વાત કરીએ તો તે પોતાના લગ્ન પારંપરિક રીત રિવાજથી કરવા માંગે છે. એટલે આ લગ્ન હિંદુ ધર્મ મુજબ કરવામાં આવશે.
આ વાઈરલ તસવીરમાં જોવા મળે છે કે, પ્રિયંકા 2000માં જ્યારે મિસ વર્લ્ડ બની ત્યારે નિક જોનસ કેવો દેખાતો હતો. આ સાથે એવી પણ કેપ્શન આપવામાં આવી છે કે ત્યારે આ બાળકને નહોતી ખબર કે એક દિવસ તે પૂર્વ મિસ વર્લ્ડને ડેટ કરશે. પ્રિયંકા અત્યારે 36 વર્ષની છે જ્યારે નિક 25 વર્ષન તેમની વચ્ચે 11 વર્ષનું અંતર છે.
મુંબઈઃ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે. સગાઈ બાદ બન્નેએ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરતા સેરેમનીની તસવીર પણ શેર કરી છે. પ્રિયંકા ચોપરા નિક જોનાસ કરતાં ઉંમરમાં 11 વર્ષ મોટી છે. પ્રિયંકા ચોપરાની સગાઈના અવસર પર નિક અને પ્રિયંકા ચોપારની એક જૂની તસવીર સામે આવી છે.