નવી દિલ્હી: નવા વર્ષના ઉજવણીની તસવીરો અનેક હસ્તીઓએ સોશિલ મીડિયા પર શેર કરી છે. ત્યારે આ નવા વર્ષ પર પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બન્ને એકબીજાને લિપલૉક કિસ કરતા નજર આવી રહ્યાં છે.



વીડિયોમાં નિક અને પ્રિયંકા કોઈ પાર્ટીમાં સ્ટેજ પર એકબીજાને કિસ કરતા નજર આવી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.



આ વીડિયો સિવાય પ્રિયંકાને વધુ એક વીડિયો ચર્ચામાં છે. પ્રિયંકાએ આ વીડિયો નવા વર્ષ પરના કેપ્શન સાથે શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું કે, નવા વર્ષનું નવુ ગિફ્ટ. એ જોવા માટે હું આતુર છું કે નવા વર્ષમાં ભગવાને પોતeના ખજાનામાં શું રાખ્યું છે ? ભગવાન અને આપ તમામનો આભાર જેમણે મને આર્શિવાદ આપ્યા.


આ પહેલા પ્રિયંકાએ ક્રિસમસ પર કેલિફોર્નિયામાં બરફ વર્ષામાં મસ્તી કરતી નજરે પડી હતી. પ્રિયંકા નિક સાથે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.