નવી દિલ્હીઃ બોલિવૂડથી હોલિવૂડ તરફ વળનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વિતેલા વર્ષે ડિસેમ્બરમાં અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રિયંકા-નિકે મુંબઈ અને દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી આપી હતી. હાલમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની કેટલીક તસવીર વાયરલ થઈ છે, જ્યાં બન્ને એક બીજાને ગળે મળતા અને રોમાન્ટિક અંદાજમાં જોવા મળ્યા છે. આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ છે. લોકેશન જોઈએ તો આ પાર્કિંગ એરિયા છે, જ્યાં બન્ને આ અંદાજમાં જોવા મળ્યા.


પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ પાર્કિંગ સ્પેસમાં ખુલ્લેઆમ લિપ લોક કરતા ક્લિક થઈ ગયા છે. આ જોડી તાજેતરમાં જ જાહેરમાં કિસ કરતી નજરે ચડી હતી. આ ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે. બંને એક કાર પાર્કિંગમાં તા ત્યાં જ તેઓ એકબીજામાં પરોવાઈ ગયા હતાં અને પ્રિયંકા અને જોનાસે એકબીજાને તસતસતુ ચુંબક આપ્યું હતું.